Pregnant woman showing her tummy

Reproductive Health Blog

આઇવીએફની સારવારમાં સફળતાનો દર કેટલો હોય છે?

IVF-Success_Guj

આઇવીએફની સારવારમાં સફળતાનો દર કેટલો હોય છે?

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (જે આઇવીએફ તરીકે પણ ઓળખાય છે) એ એક પ્રજનન સંબંધિત સહાયક ટેકનોલોજી છે, જેના માટે અનુભવ અને ટેકનોલોજીની જરૂર પડે છે, જે નોવા આઇવીએફ ફર્ટિલિટી સેન્ટર ધરાવે છે. નોવા આઇવીએફ ફર્ટિલિટી સેન્ટર છેલ્લાં 10થી પણ વધારે વર્ષોથી સમગ્ર ભારતમાં વાંઝિયાપણા અને વંધ્યત્વની સારવારમાં શ્રેષ્ઠ આઇવીએફ સેન્ટર/સંસ્થા છે. સમગ્ર દેશમાં ફેલાયેલા અમારા સેન્ટરો 50000+ મહિલાઓને સફળતાપૂર્વક આઇવીએફ ગર્ભાવસ્થા રાખવામાં મદદરૂપ થયાં છે.

આવીએફને કારણે આજે સ્ત્રીના અંડાણુઓને લેબોરેટરીમાં તેમના સાથીના અથવા તો દાતાના શુક્રાણુઓની સાથે ફલિત કરી શકાય છે અને આ પ્રકારે ફલિનીકરણ દ્વારા તૈયાર થયેલા ભ્રૂણને દર્દીના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી શકાય છે.

પ્રજનન સંબંધિત સહાયક ટેકનોલોજી એક અત્યાધુનિક અને વિશ્વસનીય ટેકનિક હોવા ઉપરાંત આઇવીએફના મુખ્ય લાભમાંથી એક લાભ એ છે કે, રીકવર કરવામાં આવેલા ભ્રૂણને તેની ગુણવત્તા પર આધાર રાખીને ગ્રેડ આપી શકાય છે અને ત્યારબાદ ફક્ત સારી ગુણવત્તાના ભ્રૂણને જ વંધ્યત્વની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. અત્યાધુનિક ટેકનિક ભ્રૂણમાં રહેલી મોર્ફોલોજિકલ અસામાન્યતાની જાણકારી મેળવે છે તથા વર્ગીકરણ કરવામાં અને સફળ પરિણામ માટે સારી ગુણવત્તાના ભ્રૂણને ઉપયોગમાં લેવામાં મદદરૂપ થાય છે. આ માહિતી યુગલને ગર્ભાવસ્થા રહેવાની શક્યતાની આગાહીને વધુ વિશ્વસનીય રીતે કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

આ સાથે જ, સારવાર દરમિયાન બાકી બચેલા ભ્રૂણને થીજવવાની ક્ષમતાને કારણે તે ભ્રૂણને ટ્રાન્સફર કરવાની ત્યારપછીની પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દે છે અને ગર્ભાવસ્થા રહેવાની એકંદર શક્યતાઓને વધારી દે છે. આઇવીએફ-આઇસીએસઆઈ, પીજીટી, એઆઈ આધારિત ભ્રૂણના વર્ગીકરણ જેવી અત્યાધુનિક ટેકનિકો સમગ્ર ભારતમાં આવેલા નોવા આઇવીએફ સેન્ટરો ખાતે પૂરી પાડવામાં આવે છે.

સફળતાનો દર એ સૂચકાંકોનો એક સમુહ છે, જે પ્રજનન સંબંધિત વિવિધ સહાયક ટેકનિકો મારફતે ગર્ભાવસ્થા હાંસલ કરવાની શક્યતાને દર્શાવે છે. સફળતાનો ઊંચો દર એ ફર્ટિલિટીના નિષ્ણાતો, એમ્બ્રિયોલોજિસ્ટો, કાઉન્સેલરો, નર્સો તથા તંદુરસ્ત ગર્ભાવસ્થાના પરિણામોને મહત્તમ સ્તરે લઈ જવામાં સહાયરૂપ થનારા આંતરમાળખાંના એક સંકલિત પ્રયાસો છે. આઇવીએફની સફળતાના દરનો આધાર માતાની વય અને જનનકોશની ગુણવત્તા પર પણ રહેલો છે.

કુદરતી સાઇકલ

જ્યારે આઇવીએફનો ઉપયોગ કુદરતી સાઇકલમાં થતો હતો ત્યારે બાળકના જન્મની સફળતાનો દર ખૂબ જ ઓછો હતોઃ 10%થી પણ ઓછો (કારણ કે સાઇકલ દીઠ પરિપક્વ અંડાણુઓની સંખ્યા ફક્ત એક, ભાગ્યે જ બે હોય છે).

આઇવીએફ + આઇસીએસઆઈ

આઇવીએફ - આઇસીએસઆઈનો સફળતાનો દર પ્રયાસ દીઠ લગભગ 60-65% હોય છે અને 4 પ્રયાસ બાદ તે વધીને 80-90% થઈ જાય છે.

અંડાશયનું દાન

જો તમારી આઇવીએફની સારવાર દાતાના અંડાણુઓ દ્વારા થઈ રહ્યું હોય તો પ્રથમ પ્રયાસમાં તમારી ગર્ભાવસ્થા રહેવાની શક્યતા 74% જેટલી હોય છે, જે ત્રીજા પ્રયાસ સુધીમાં વધીને >90% થઈ જાય છે.

પ્રી-ઇમ્પ્લાન્ટેશનલ જીનિટેક નિદાન

પ્રી-ઇમ્પ્લાન્ટેશનલ જીનેટિક નિદાન અમને રંગસૂત્રો (પીજીટી-એસઆર)માં કોઈ ફેરફાર થયો હોવા અંગેની જાણકારી આપે છે, તેમની સંખ્યા (પીજીટી-એ) અથવા તો કોઈ ચોક્કસ જનીન (પીજીટી-એમ)માં. આ વિશ્લેષણની મદદથી અમે ભ્રૂણમાં રંગસૂત્ર સંબંધિત સમસ્યાઓ / આનુવંશિક સમસ્યાઓની જાણકારી મેળવી શકીએ છીએ અને જેના થકી ફક્ત એવા જ ભ્રૂણ ટ્રાન્સફર કરવામાં આવે છે, જે સામાન્ય / પ્રભાવિત થયેલું ન હોય, જેના પરિણામે ગર્ભપાતનું જોખમ ઘટી જાય છે તથા થેલેસેમિયા, ડાઉન સીન્ડ્રોમ, ટર્નર કે ક્લાઇનફેલ્ટર જેવી બીમારીઓથી મુક્ત તંદુરસ્ત શિશુ જન્મવાની શક્યતા વધી જાય છે.

એક જ ભ્રૂણનું ટ્રાન્સફર

માતાઓ અને નવા જન્મેલા શિશુઓ બંનેને સૌથી સલામત અને સૌથી કાર્યક્ષમ સારવાર પૂરી પાડી શકાય તે માટે અમે અમારા સેન્ટરો ખાતે અમારા યુગલો પ્રત્યે કટિબદ્ધ છીએ. એક જ ભ્રૂણને ટ્રાન્સફર કરવાથી એકથી વધારે ગર્ભ રહેવાની શક્યતા તથા માતા અને શિશુ બંનેને તેના કારણે પેદા થતી જટિલતાઓ શક્ય એટલી ઘટી જાય છે.

ક્રાયોપ્રીઝવ કરેલા ભ્રૂણને ટ્રાન્સફર કરવા

તમે જ્યારે નોવા આઇવીએફ ખાતે સારવાર મેળવી રહ્યાં હો ત્યારે જો તમે અગાઉ થીજવેલા ભ્રૂણનો ઉપયોગ કરો છો તો, આ પ્રકારના ટ્રાન્સફર માટે અમારો ગર્ભાવસ્થાનો દર 65 - 70% જેટલો છે.

અમારા ઘણાં દર્દીઓ નોવા આઇવીએફ ખાતે સમસ્યાભરી પૂર્વવિગતો લઇને આવે છે, કાં તો તેમની વયને કારણે અથવા તો અન્ય ક્લિનિકમાં નિષ્ફળ ગયેલી સારવારને કારણે પરંતુ અમારી આઇવીએફ પ્રક્રિયા, નિષ્ણાતો અને વંધ્યત્વ સંબંધિત મેનેજમેન્ટ, પ્રજનન સંબંધે નિરંતર કરવામાં આવતાં નવીનીકરણો અને 30થી પણ વધુ વર્ષના અનુભવને કારણે અમે સૌથી જટિલ કેસો માટે પણ ઉકેલ પૂરો પાડી શકીએ છીએ.

આઇવીએફ ટેકનોલોજીની મદદથી અત્યાર સુધીમાં વિશ્વમાં 80 લાખ બાળકો જન્મી ચૂક્યાં છે. દર વર્ષે 10 લાખથી વધારે મહિલાઓ આઇવીએફ ફર્ટિલિટી સારવાર મેળવે છે. તે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહેલા યુગલો માટે ખરેખર આશીર્વાદ સમાન છે.

ડૉ. મનિષ બેંકર

મેડિકલ ડિરેક્ટર, નોવા આઇવીએફ

Share your comment